૬ વર્ષ બાદ દક્ષીણ કોરીયામાં બે બાહુબલીઓ જીનપીંગ-ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ : વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાની શકયતા

૬ વર્ષ બાદ દક્ષીણ કોરીયામાં બે બાહુબલીઓ જીનપીંગ-ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ : વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાની શકયતા

(એજન્સી)         સિઓલ તા.૩૦:
ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિઓ જે એક સમયે પડદા પાછળ  દુશ્મન હતા તેઓ મળ્યા છે આ મુલાકાત માત્ર બંને દેશો વચ્ચેના સંબંધો જ નહીં પરંતુ વૈશ્વિક રાજકારણનો માર્ગ પણ બદલશે. બે હરીફ રાષ્ટ્રોના સર્વોચ્ચ નેતાઓ ૬ વર્ષ પછી સામસામે હતા. દક્ષિણ કોરિયાના ગિમ્હે એર બેઝ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ રાજકારણ છે જ્યાં એકબીજા સામે જોરદાર નિવદેનબાજી કર્યા પછી બંનેએ સ્મિત સાથે એકબીજાનું સ્વાગત કર્યું.બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ મુલાકાત દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો સારા સંબંધો ધરાવે છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગની પ્રશંસા કરતા કહ્યું કે, શી એક કઠોર વાટાઘાટકાર છે.ર્ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે આ બેઠક ખૂબ જ સફળ રહેશે. તેમણે કહ્યું, તમને ફરીથી મળીને આનંદ થયો.બેઠક દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે વેપાર કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા વ્યક્ત કરી. ટ્રમ્પે કહ્યું, આજે વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ નિવેદન બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે મહત્વપૂર્ણ છે.
 રોઇટર્સના અહેવાલ મુજબ, શી જિનપિગે ટ્રમ્પને કહ્યું, અમે હંમેશા મતભેદ રાખ્યા છે, અને તે સામાન્ય છે. મોટી આર્થિક શક્તિઓ માટે વિવાદો થવા સામાન્ય છે. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ ભાગીદાર અને મિત્રો હોવા જોઈએ.
ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, હું તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છું. આપણા બંને દેશો એકબીજાને સફળ થવા અને સાથે મળીને પ્રગતિ કરવામાં સંપૂર્ણ મદદ કરી શકે છે.