કર્ણાટક હાઈવે પર અકસ્માતમાં સ્લીપર બસ અગનગોળો બની જતા ૨૦ મુસાફરો ભડથુ

કર્ણાટક હાઈવે પર અકસ્માતમાં સ્લીપર બસ અગનગોળો બની જતા ૨૦ મુસાફરો ભડથુ

(એજન્સી)   બેંગલુરૂ તા.૨૫ 
દેશમાં દોડતી બસોમાં આગ લાગવાની વધુ એક કરૂણ ઘટનામાં કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયુગમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જઈ રહેલી એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચેની ભીષણ ટકકર બાદ બસ અગનગોળામાં પલટાઈ જતા બસમાં મુસાફરી કરતા ઓછામાં ઓછા ૨૦ મુસાફરો જીવતા ભુંજાઈ ગયા છે.
આગ એટલી મોટી છે કે તેમાં મૃત્યુ આંક હજુ ઉંચો જઈ શકે છે. બસ એટલા હદે સળગી છે કે ખરેખર કેટલા મુસાફરો જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ છે. તેઓને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે.
આ બનાવની પ્રાથમીક વિગત અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર બેંગ્લોર તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે કોઈ રીતે સ્ટીયરીંગ પરનો અંકુશ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર તોડી સામેના માર્ગ પર આવ્યો હતો અને બસ સાથે જોરદાર અથડાયો હતો જેના પગલે બસમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા મુસાફરોની કિકિયારીઓ વચ્ચે તેઓ આગમાં લપેટાઈ ગયા હતા. બસમાં ૨૯ મુસાફરો હોવાનું જાહેર થયું છે.
જેમાં થોડા બળેલા પણ ગંભીર રીતે દાઝી ગયા છે. બસ ડ્રાઈવર, કંડકટર અને એક-બે મુસાફરો ઝડપથી બહાર આવી જવામાં સફળ થયા હતા. મૃતકો સ્થાનિક ગોકરીનાના હોવાનું બહાર આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોકની લાગણી સાથે આઘાત વ્યક્ત કર્યો છે. દરમ્યાન આ અકસ્માતના બનાવની વધુ વિગત મેળવાઈ રહી છે.