જૂનાગઢ ખાતે ખોડીયાર ગૃપ દ્વારા નવમો ભવ્ય ત્રિવેણી મહોત્સવ ઉજવાયો

જૂનાગઢ ખાતે ખોડીયાર ગૃપ દ્વારા નવમો ભવ્ય ત્રિવેણી મહોત્સવ ઉજવાયો

જૂનાગઢ, તા.૧૯
ગાયત્રી શક્તિપીઠ - જુનાગઢ ખાતે શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ દ્વારા તા.૧૬|૦૮|૨૦૨૬ને રવિવારનાં રોજ નવમાં ત્રિવેણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવમાં ઘોરણ ૭ થી ૧૨નાં કુલ ૧૬૦ સર્વ જ્ઞાતિ વિદ્યાર્થીઓને શિલ્ડ, સિલ્વર મેડલ, સન્માન પત્ર, શૈક્ષણિક કીટ વગેરે એનાયત કરી સન્માનિત કર્યા હતાં, વિવિધ બાળ રમત ગમત સ્પર્ધાનાં કુલ ૭૦ સ્પર્ધકોને શિલ્ડ, શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવેલ હતાં, સાથે મેગા બ્લડ ડોનેશન (રક્તદાન) કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ મહોત્સવનું ઉદ્ઘાટન જુનાગઢનાં નામાંકીત લોકસાહિત્યકાર દિવ્યેશભાઈ જેઠવાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનાં અધ્યક્ષસ્થાને ગાયત્રી શક્તિપીઠ  - જુનાગઢનાં મેનેજીંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. મહોત્સવનાં ઉપાઘ્યક્ષ સ્થાને ડો.તૃપ્તિ ઉનડકટ મેમોરિયલ ટ્રસ્ટ - જુનાગઢનાં પ્રમુખ પ્રો.પી.બી.ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મહોત્સવમાં આશિવર્ચન આપવા માટે દાતાર સેવક - જુનાગઢનાં બટુકબાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મહોત્સવનાં મુખ્ય મહેમાન તરીકે જુનાગઢ N.S.P. મ્યુઝિકલ ગૃપનાં પ્રમુખ ચંદુભાઈ લોઢીયા, ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ - જુનાગઢનાં ટ્રસ્ટી વિજયભાઈ મિશ્રાણી, આર્યવીર દળ - જુનાગઢનાં પ્રમુખ દિપકભાઈ મંડોરા, સમર્પણ ગૃપ - જેતપુરનાં પ્રમુખ  હરીશભાઈ મણીયાર, મધુર સોશ્યલ ગૃપ - જુનાગઢનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતી, ગાયત્રી જ્ઞાન મંદિર - જુનાગઢનાં ટ્રસ્ટી  ભોવાનભાઈ જાદવ, બાબા મિત્ર મંડળ - જુનાગઢનાં ટ્રસ્ટી  રમેશભાઈ પટ્ટણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. 
આ મહોત્સવનાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢનાં પ્રમુખ મનસુખભાઈ વાજા, સાંઈનાથ અન્નક્ષેત્ર - જુનાગઢનાં નરસિંહભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મહોત્સવનાં અતિથી વિશેષ તરીકે જય સરદાર ટ્રસ્ટ હોસ્પિટલ - જુનાગઢના ડૉ.રાજેશભાઈ ભાખર, સમર્પણ ગૃપ - જેતપુરનાં મંત્રી અરવિંદભાઈ આશરા, જલારામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢનાં ટ્રસ્ટી પરેશભાઈ રૂપારેલીયા, ગાયત્રી શક્તિપીઠ - જુનાગઢનાં ટ્રસ્ટી જીતુભાઈ જાની, શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ- જુનાગઢનાં પ્રમુખ આશિષભાઈ રાવલ, જુનાગઢનાં સમાજ સેવક ચેતનભાઈ ટાકોદ્રા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
જૂનાગઢનાં મહિલા અગ્રણીઓ જયશ્રીબેન ગાલોરીયા, નિશાબેન ગોંદીયા, રજનીબેન પુરોહિત, ચેતનાબેન મિશ્રાણી, પ્રવિણાબેન વાઘેલા, રેખાબેન સ્વાદીયા, દેવીબેન દવે, રોહિણીબેન આચાર્ય, ઈન્દુબેન ખાણદર, કુંજનબેન સોલંકી, સ્મિતાબેન ગાલોરીયા, કંચનબેન ઘેલાણી, કિરણબેન સોલંકી, રમીલાબેન ઘુચલા, રોશનીબેન ઘુચલા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ મહોત્સવમાં સંસ્થાનાં તમામ મેમ્બરોને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યાં હતા. આ મહોત્સવનું સંચાલન જુનાગઢનાં જાણીતા એન્કર જીગરભાઈ રાદડીયાએ કર્યું હતું. આ ત્રિવેણી મહોત્સવ માં ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ તરફથી વિનામુલ્યે જગ્યા આપવામાં આવેલ હતી.
આ ત્રિવેણી મહોત્સવને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલા, ઉપપ્રમુખ પ્રતિકભાઈ મિશ્રાણી, મહામંત્રી નિકુંજભાઈ ભાલાણી, ખજાનચી અરવિંદભાઈ મારડીયા, ટ્રસ્ટી મિતલબેન રાડા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, સભ્ય ભાર્ગવ માંડલીયા, ભાવનાબેન કે.વૈષ્ણવ વગેરે જહેમત ઉઠાવી હતી.