જૂનાગઢના ધારાસભ્યનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર વિરૂધ્ધ ફરીયાદ

જૂનાગઢના ધારાસભ્યનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર વિરૂધ્ધ ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.પ
જૂનાગઢના ધારાસભ્યની ઈમેજ ખરાબ કરવા અથવા છેતરપીંડી કરવાના ઈરાદે ધારાસભ્યના નામે ખોટુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે હર્ષભાઈ લાલજીભાઈ ગોઠીએ  મો. નં. ૮૭૪૦ ૯૮૯૮૫૧ તથા મો.નં. ૯૫૨૧૭ ૧૯૨૬૧ ના ધારક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, મોબાઈલ નં.૮૭૪૦૯ ૮૯૮૫૧ તથા મો.૯૫૨૧૭ ૧૯૨૬૧ના ધારક અજાણ્યા શખ્સે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કે.કોરડીયાની ઈમેજ ને નુકશાન કરવાના અથવા કોઇ માહીતી મેળવવાના અથવા કોઇ વ્યકતિ સાથે છેતરપીડી કરવાના ઈરાદે તેઓના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇ.ડી.sanjay_s.Kroadia જેની યુ.આર.એલ. https : // www. instagram. com / sanjay_s.kroadia?igsh =M2VsdW85czlYmJl નું ફેક આઇ.ડી. બનાવી તેમના ફોટાનો ઉપયોગ કર્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૩૩૬(૩) અને આઈટી એકમ કલમ ૬૬(સી)હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ વી.જે.સાવજે હાથ ધરી છે.