જૂનાગઢનાં મજેવડી દરવાજાથી હીરોના શોરૂમ સુધીનાં માર્ગનાં ખોદકામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી

જૂનાગઢનાં મજેવડી દરવાજાથી હીરોના શોરૂમ સુધીનાં માર્ગનાં ખોદકામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ શહેરનાં મજેવડી દરવાજાથી હીરોના શોરૂમ (જગદીશ) સુધીનાં માર્ગનાં ખોદકામને કારણે અહીથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. તહેવારોનાં દિવસો શરૂ થાય તે પહેલા રસ્તાની કામગીરી પુરી કરી લેવાની માંગણી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરનાં રાજમાર્ગોમાં ખાડાની સમસ્યા અત્યંત વકરેલી છે. આ સાથે જ મુખ્ય માર્ગો પર રસ્તાનાં ખોદકામને લઈને પણ અવર જવર માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જૂનાગઢ - રાજકોટમાર્ગ ઉપર મજેવડી દરવાજાથી લઈ અને હીરોનાં શોરૂમ સુધીનાં માર્ગ ઉપર રસ્તો બનાવવાને લઈને ખોદકામ કરી નાખવામાં આવતાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સાથે એક બીજી પણ બાબત સામે આવી છે તેમાં શો રૂમની પાછળની શેરીમાં પણ અવર જવર કરતી વખતે ભારે ધ્યાન રાખવું પડે તેમ છે કારણ કે રસ્તા પર આવેલી આ ચેમ્બર ખુલ્લી પડી છે અને ખાસ કરીને રાત્રીનાં સમયે અકસ્માતનાં બનાવની સંભાવના પણ રહેલી છે. આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.