દેશના લોકશાહી ઈતિહાસમાં સૌપ્રથમવાર રવિવારે કેન્દ્રીય બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારામન સતત ૯મી વાર બજેટ રજુ કરીને નવો રેકોર્ડ બનાવશે : બજેટનું કદ રૂા.પ૪ લાખ કરોડ રહેશે : ઈન્કમટેકસના સ્લેબમાં ફેરફારની શકયતા ઓછી

દેશના લોકશાહી ઈતિહાસમાં સૌપ્રથમવાર રવિવારે કેન્દ્રીય બજેટ

(એજન્સી)   નવી દિલ્હી તા.૩૧ :  
દેશના લોકશાહી ઈતિહાસમાં સૌપ્રથમવાર આવતીકાલે રવિવારે દેશનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ અત્યાર સુધીનું સૌથી મોટા રૂા.૫૪ લાખ કરોડનું કદ ધરાવતું હોઈ શકે છે. નાણામંત્રી ર્નિમલા સીતારામન કાલે સવારે ૧૧ વાગ્યે લોકસભામાં તેમનું સતત ૯મું બજેટ રજુ કરીને નવો રેકોર્ડ બનાવશે.વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રના આ વર્ષના રજુ થનારા બજેટમાં સરકારે અગાઉ જ આર્થિક સર્વેમાં અમેરિકી ટેરિફ સહિતના પડકારો તથા વિશ્વમાં સતત બદલાતી જતી જીયો પોલીટીકલ સ્થિતિનો તાગ આપી દીધો હતો અને તે ઉપરાંત દેશને ઘરેલુ માંગથી જે ઈંધણ મળ્યું તેમાં ૬.૮% થી ૭.૨% સુધીનો વિકાસ દર જાળવી રાખવાનો પણ વિશ્વાસ વ્યક્ત થયો છે.વિશ્વમાં ટ્રમ્પના ટેરિફનો સૌથી વધુ શ્રેષ્ઠ અને અસરકારક મુકાબલો ભારતે કર્યો છે. ૪.૧૮ કરોડ ડોલરની ઈકોનોમીને હવે ફાઈવ ટ્રીલીયન ડોલરના લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં હવે ઉત્પાદન-સવિર્સ ક્ષેત્રને વધુ મહત્વ અપાશે. છેલ્લા ૧૨ વર્ષમાં કેન્દ્રનું બજેટ રૂા.૧૨ લાખ કરોડમાંથી વધીને રૂા.૫૦.૬૫ લાખ કરોડ થયુ છે તેમાં ૧૦%ના વધારા સાથે રૂા.૫૪-૫૫ લાખ કરોડનું બજેટ ર્નિમલા સીતારામન રજુ કરી શકે છે. બજેટમાં જે સૌથી વધુ ઈન્તજાર હોય છે તે ડાયરેકટ ટેક્ષ આવકવેરા સહિતના સીધા કરવેરામાં આઈટી સ્લેબ કે દરમાં ફેરફારની અપેક્ષા ઓછી છે પણ સરકાર ખાસ કરીને અર્થતંત્રનું ઈંધણ ટકાવી રાખવા માટે સ્ટાન્ડર્ડ ડિડકશનમાં વધારો કરી રૂા.૧ લાખ કરી શકે છે. ટીડીએસમાં જે અલગ અલગ દરો છે તેને એક સમાન બનાવે તેવી પણ શકયતા છે તો ડિવિડન્ડ ટેક્ષ મુદે એ 
સીકયોરિટી ટ્રાન્ઝેકશન ટેક્ષ અથવા લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષમાં ફેરફાર કરી શકે છે.