ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન આજથી ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન આજથી ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૬
ભારત અને ફ્રાંસ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ, સંરક્ષણ અને ઈનોવેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ ભારતની ઉભરતી અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી છે અને ભારતને આગામી એઆઈ શિખર સંમેલન માટે સૌથી યોગ્ય સ્થાન ગણાવ્યું છે. મેક્રોનની આ મુલાકાતથી ભારતીય સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓને ફ્રેન્ચ ટેકનોલોજીનો લાભ મળશે. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ નવા પ્રોજેક્ટ્સ અને સંયુક્ત સાહસો અંગે ચર્ચા કરવામાં આવશે, જે આર્ત્મનિભર ભારત અભિયાનને વેગ આપશે.