રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ
નવરાત્રીને હવે થોડા દિવસો રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ અત્યારથી ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર તથા રાજકોટના પ્રખ્યાત એવા સળગતી ઈંઢોણીના રાસની તૈયારી રાજકોટના મવડી વિસ્તાર માં બાળાઓ હાથમાં સળગતી મશાલ તથા માથા પર સળગતી ઈંઢોણી સાથે રાસની તૈયારી કરી રહી છે.


