અમેરીકાને જવાબ આપવા રશિયા પણ અણુ પરિક્ષણ કરશે 

અમેરીકાને જવાબ આપવા રશિયા પણ અણુ પરિક્ષણ કરશે 

(એજન્સી)               મોસ્કો,તા.૬
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણું પરીક્ષણને ફરી શરૂ કરવાના નિવેદન બાદ આ પગલું લીધું છે. રશિયાએ ૧૯૯૧માં સોવિયત યુનિયનના પતન બાદથી કોઈ પરમાણુ પરિક્ષણ નથી કર્યું.  પુતિને કહ્યું કે, ‘હું વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય...વિશેષ સેવાઓ અને સંબંધિત એજન્સીઓને નિર્દેશ આપુ છું કે, આ મુદ્દે વધારાની જાણકારી એકઠી કરે, તેનું સુરક્ષા પરિષદમાં વિશ્લેષણ કરે અને ન્યૂક્લિયર હથિયારોના ટેસ્ટની સંભવિત તૈયારી પર સંમતિ પ્રસ્તાવ બનાવો.‘ રશિયન સશસ્ત્ર દળના વડાએ કહ્યું કે, રશિયાએ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ.