અયોધ્યા રામ મંદિર દાન ચોરીની ઘટના 70 સીસીટીવી કેમેરામાં કેદ : એસઆઈટીનો રિપોર્ટ આવ્યો
(એજન્સી) અયોધ્યા તા.07
અયોધ્યાના રામમંદિરના દાનની ચોરીના કેસમાં ટ્રસ્ટની બેઠક અને ચંપત રાય-અનિલ મિશ્રાના રાજીનામા પછી ગત રાત્રે લગભગ 9 વાગ્યે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો પ્રાથમિક અહેવાલ પણ સામે આવ્યો છે.
આ રિપોર્ટ મુજબ 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે CCTVમાં લગભગ 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ. ફૂટેજમાં પોલીસની પકડમાં આવેલા 8 આરોપીઓ નોટોના બંડલ ખિસ્સા અને જૂતામાં છુપાવતા જોવા મળ્યા છે. SITએ ડો.અનિલ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. SITએ કહ્યું કે અગાઉથી બનાવેલી તલાશીની સિસ્ટમમાં રહેલી ખામીઓ (લૂપહોલ્સ) માટે અનિલ મિશ્રા જ જવાબદાર છે. ચંપત રાયનો ડ્રાઈવર ટિન્નુ કોઈ પણ આદેશ વિના ગણતરીવાળા રૂમની ચાવી પોતાની પાસે રાખતો હતો. એટલું જ નહીં તેણે ભલામણ કરીને પોતાના ભત્રીજા મનીષ યાદવને દાનની ગણતરીના કામમાં લગાવ્યો હતો.


