“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ”, શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય"ડ્રાયફ્રૂટનો શણગાર" અને અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.રર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રાવણ માસના તા.૨૨-૦૮-૨૦૨૬ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય ડ્રાયફ્રુટનો વાઘા પહેરાવ્યા છે, મનોહર અને કલાત્મક "ડ્રાયફ્રૂટનો શણગાર"(સુકા મેવાનો) બદામ, કાજુ, એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો સિંહાસને શણગાર કરાયો છે. દાદાના ચરણોમાં ડ્રાયફ્રૂટ દ્વારા રચિત "જય શ્રી રામ" નું સુંદર લખાણ, કલાત્મક હાથીની આકૃતિઓ તથા મોરપંખની ડિઝાઈન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે ૭ કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૧:૧૫ કલાકે બદામ, કાજુ, એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો. આ અનેરા દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રી હરિ મંદિરમાં ભવ્ય તથા દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળાની અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી તમામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સૌ હરિભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવવા હાદિર્ક નિમંત્રણ છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાનશ્રી હૃદયપ્રકાશ સ્વામી દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ કલાકનો રહેશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ, સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી, દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૯-૨૦૨૬ સુધી આધી, વ્યાધિ અને ઉપાધિથી શાંતિ મેળવવા દૈનિક મારૂતિનું સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે ૪:૩૦ થી ૭ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૬નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડ્ઢત્નના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે. સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનોપરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાદિર્ક આમંત્રણ છે.


