ઈઝરાયલમાં નેતાન્યાહૂને સત્તાપરથી હટાવવાનો તખ્તો તૈયાર : કિંગમેકર બનેલી આરબ પાર્ટીઓએ સરકાર બનાવવા સહયોગની ઓફર કરી
તેલ અવીવ તા.૨૯
ઇઝરાયલની ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ, બંને બહુમતીથી દૂર રહ્યા છે. ૯૦.૯ ટકા મતોની ગણતરી બાદ નેતન્યાહૂનું ગઠબંધન ૫૩ બેઠકો અને આઇઝનકોટનું વિપક્ષી ગઠબંધન ૪૮ બેઠકો પર આગળ છે.
બીજી તરફ, આરબ પક્ષોને કુલ ૧૯ બેઠકો મળતી દેખાઈ રહી છે. સરકાર બનાવવા માટે સંસદની ૧૨૦ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૬૧ બેઠકો જરૂરી છે. આવી સ્થિતિમાં આરબ પક્ષો કિંગમેકર બની શકે છે.
બીજી તરફ, આજે સવારથી ડબલ-એન્વલપ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ ૫ાંચ લાખથી વધુ મતોને કારણે સંસદની બેઠકોનું અંતિમ પરિણામ બદલાઈ શકે છે.
ડબલ-એન્વલપ બેલેટનો ઉપયોગ એવા લોકોના મતો માટે થાય છે જેમણે પોતાના નિર્ધારિત મતદાન મથકથી અલગ જગ્યાએ મતદાન કર્યું હોય. તેમાં સૈનિકો, રાજદ્વારીઓ, પોલીસકર્મીઓ અને વિસ્થાપિત લોકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલમાં ગાદી આઈઝનકોટના નેતૃત્વવાળું વિપક્ષી જૂથ સંસદ અધ્યક્ષ અમીર ઓહાનાને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ચેનલ ૧૨ ના રિપોર્ટ અનુસાર, જેના માટે વિપક્ષી જૂથ અરબ પાર્ટીઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓહાના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીના સભ્ય છે.


