ઈરાનને ટ્રમ્પનું છેલ્લુ અલ્ટીમેટમ : વળતો પ્રહાર કરવા તહેરાને પણ ચેતવણી આપી
(એજન્સી) વોશિંગ્ટન તા.૨૪
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એવા સૈન્ય વિકલ્પોની માગ કરી છે, જેની અસર ‘નિર્ણાયક’ હોય. સંરક્ષણ મંત્રાલય પેન્ટાગન અને વ્હાઇટ હાઉસે આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં ઈરાની શાસનને સત્તા પરથી હટાવવાની યોજના પણ સામેલ છે. બીજી તરફ આજે અમેરિકી યુદ્ધ જહાજ ેંજીજી અબ્રાહમ લિંકન પણ મિડલ ઈસ્ટ પહોંચી શકે છે. આના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું અમેરિકા ઈરાન પર કોઈ અચાનક સૈન્ય કાર્યવાહી કરી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકી યુદ્ધ જહાજ ેંજીજી અબ્રાહમ લિંકન અરબ સાગરમાં ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનનાં ઘણાં શહેરો તેની સ્ટ્રાઈક રેન્જમાં છે.
રિપોર્ટ્સ અનુસાર, એ અરબ સાગરમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગર્ઝ્રંસ્)ના ઝોનમાં આવી ગયું છે, સાથે જ અમેરિકાનું ઝ્ર ૩૭-મ્ એરક્રાફ્ટ પણ ઈરાનના ઉત્તરમાં તુર્કમેનિસ્તાનના અશગાબાદ બેઝ પર પહોંચી ગયું છે.


