કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીજ નીતીનો ડ્રાફટ જારી કર્યો : વિજળી વધુ મોંઘી થશે ?

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીજ નીતીનો ડ્રાફટ જારી કર્યો : વિજળી વધુ મોંઘી થશે ?

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૩:
દેશમાં આગામી સમયમાં અમલી બનવા જઈ રહેલી નવી વિજગ્રાહક નીતિ કરોડો ઉપભોકતાઓ માટે એક આંચકો બની રહેશે. સરકારની 
૬૭ તથા ખાનગી ક્ષેત્રની ૧૬ વિજ કંપનીઓ માટે વિજદર નિશ્ચિત કરવા આગામી દિવસોમાં એક વિજ એકસચેંજ કાર્યરત થશે.
જેના ઈન્ડેકસ લીંક ટેરીફ વ્યવસ્થા અમલી બનશે જેનાથી દર મહિને વિજબીલમાં વધારો ઘટાડો થશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વિજ નીતિનો મુત્સદો જાહેર કર્યો છે જે આગામી દિવસોમાં એક કાનુન બની જશે.
આ નવા પ્રસ્તાવ અનુસાર જો રાજયોમાં વિજદર નિશ્ચિત કરવા માટે જે વિજ આયોગ કે પંચ વ્યવસ્થા અમલી બનાવી છે તે વિજદર નકકી કરે છે જે માટે આમ ફોમ્ર્યુલા છે પણ આ વિજ પંચ પણ રાજકીય રીતે ર્નિણયો લઈને ઉચી પડતર છતા વિજદરો વધતા નથી. રાજયોની વિજ કંપનીઓને ખોટ ખાઈને પણ વિતરણ ચાલુ રાખવું પડે છે અને તેની નાણાકીય હાલત બગડે છે જે બોજો અંતે પ્રજા પર જ આપે છે.