ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ ૧૧ વર્ષ બાદ આજે અમેરીકાની મુલાકાતે
જીનપીંગના સ્વાગત માટે ખુદ ટ્રમ્પ એરપોર્ટ જશે
(એજન્સી) વોશિંગ્ટન તા.૨૩
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે અમેરિકા જવા રવાના થશે. તેમની આ યાત્રા ૧૧ વર્ષ બાદ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જૉઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ એરપોર્ટ પર ખુદ તેમનું સ્વાગત કરવા જશે.
કોઈ વિદેશી નેતાના સ્વાગત માટે અમેરિકાના રાષ્ટ્રપતિનું સીધા એરપોર્ટ જવું સામાન્ય નથી. આ પહેલાં ઑગસ્ટ ૨૦૨૫માં ટ્રમ્પે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું એરફિલ્ડ પર સ્વાગત કર્યું હતું.
આ પછી ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. તેમાં વેપાર, ટેરિફ, આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), તાઇવાન અને રશિયા સાથે જોડાયેલા મુદ્દાઓ સામેલ થઈ શકે છે.


