જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

જૂનાગઢ, તા.18
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી અંતર્ગત જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા અને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ નજીકના સ્થળે જ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી જૂનાગઢ જિલ્લાના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્લાસવા કન્યા શાળા ખાતે યોજાયેલી આ જનકલ્યાણ શિબિરમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો સીધો લાભ મળે તે માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
તેમજ નવા આધારકાર્ડ કઢાવવા અથવા જરૂરી સુધારા કરાવવા, આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ-મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગજનો માટેની વિવિધ સહાય યોજનાઓ, કુંવરબાઈનું મામેરું તથા માનવ ગરીમા યોજના જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓ માટે સ્થળ ઉપર જ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેના કારણે સ્થાનિક નાગરિકોને સરકારની સેવાઓનો લાભ સરળતાથી પોતાના વિસ્તારેથી જ મળી રહ્યો છે.
આ તકે પ્લાસવા ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને જનકલ્યાણલક્ષી અભિગમના પરિણામે આજે અનેક સરકારી યોજનાઓનો લાભ અમારા ગામ તેમજ આસપાસના ગામોના નાગરિકોને તેમના ઘરઆંગણે મળી રહ્યો છે. સરકારની સેવાઓ ગામડાં સુધી પહોંચે તે માટે કરવામાં આવેલા આ આયોજન બદલ હું વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ એટીડીઓ દીપકભાઈ બડેલિયાએ જણાવ્યું હતું કે, "આજે જૂનાગઢ જિલ્લાના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ૧૫થી વધુ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે કાર્યરત છે. ગામના દ્વારે જ વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ શિબિરનો લાભ લઈ રહ્યા છે. સરકારની જનકેન્દ્રિત યોજનાઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે."
આ તકે  શાંતાબેન  ભરતભાઈ સિદપરા તાલુકા પંચાયત જૂનાગઢ ઉપપ્રમુખ અંજનાબેન મારું , તાલુકા પંચાયત સદસ્ય ખડિયા ધીરૂભાઈ સુવા તેમજ વિજાપુર સરપંચ પરેશભાઈ મોરવાડીયા જિલ્લા પંચાયત ડુંગરપુર સદસ્ય રેખાબેન ભાદરકા તેમજ નાયબ મામલતદાર જેઠવા, એટીડીઓ દીપકભાઈ બડેલિયા તેમજ પીજીવીસીએલ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ, સખી મંડળની બહેનો તેમજ બગડુ, આણંદપુર, ડુંગરપુર, પાતાપુર, જામકા, બાદલપુર, સાંખડાવદર, શેમરાળા, ખડિયા, સણાથા, ઇટાળા, પ્લાસવા, વિજાપુર, સોડવદરના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.