જૂનાગઢનાં સી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો, અસામાજીક તત્વોનાં રહેણાંક મકાનમાં વીજ ચેકીંગ : રૂા.૮.૯૪ લાખનો દંડ ફટકારાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢના સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બુટલેગરો, અસામાજીક તત્વોના રહેણાંક મકાનોએ પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર રીતે વીજચોરી અંગે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી પાંચ જેટલા કેસમાં કુલ રૂા.૮,૯૪,ર૯રનો દંડ ફટકારવામાં આવેલ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ શહેરમાં લુખ્ખા/ટપોરી ઇસમો દ્રારા શરીર સબંધી, મિલ્કત સબંધી, લુંટ,અપહરણ, બળજબરીથી કઢાવવાની કોશીશ,બુટલેગર તથા અસામાજીક તત્વો સામે ગંભીર ગુન્હામાં અવારનવાર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુનેગારોની યાદી તૈયાર કરી આવા ગુનેગારોને રહેણાંક તથા તેમના કબ્જા ભોગવટાની જગ્યાએ તપાસ કરી ગે.કા.રીતે ગે.કા.વિજ જોડાણ લીધેલ હોય કે વીજ ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલીયા જુનાગઢ શહેર વિભાગ જુનાગઢનાં સીધા માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જાતેથી તેમજ પોલીસ સ્ટાફના માણસોને માર્ગદર્શન પુરૂ પાડી પીજીવીસીએલ જુનાગઢની ટીમ સાથે સંકલન કરી પો.સ્ટે.વિસ્તારમા વિજ ચોરી અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરી પ્રોહી બુટલેગરો તથા અસામાજીક તત્વોના રહેણાંક મકાનોએ વિજ ચેકીંગ હાથ ધરી ગે.કા.વિજ જોડાણ દ્વારા વિજ ચોરી કરતા મળી આવેલ હોય જેથી ગે.કા.વિજ જોડાણ દુર કરાવી પાવર ચોરી બાબતે કુલ રૂા.-૮,૯૪,૨૯૨/- નો દંડ કરેલ છે. જેમાં રામા રૂડાભાઇ દેવરાજભાઇ કોડીયાતર રહે-જુનાગઢ સંજયનગર ગાંધીગ્રામ -રૂા.૩,૧૨,૦૧૦ અજય પુનાભાઇ દેવાભાઇ કોડીયાતર રહે-જુનાગઢ સંજયનગર ગાંધીગ્રામ - રૂા.૧,૧૦,૦૦૦, બાલા કિસાભાઇ ગરચર રહે- જુનાગઢ સીંધી સોસાયટી ગાંધીગ્રામ - રૂા.૧,૪૭,૬૩૦, રામા કિસાભાઇ ગરચર રહે-જુનાગઢ સીંધી સોસાયટી ગાંધીગ્રામ - રૂા.૧,૪૭,૬૩૫, મીલન રાણાભાઇ કરમટા હસ્તકનો ડેલો જેના કબ્જેદાર રામા રૂડાભાઇ કોડીયાતર રહે- જુનાગઢ સંજયનગર ગાંધીગ્રામ-રૂા.૧,૭૭,૦૧૭નો દંડ ફટકારવામાં આવેલ છે. આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની સુચનાથી પો.હેડ.કોન્સ.ડી.એલ.બકોત્રા તથા કે.ડી.ઝણકાત તથા આર. બી. બોરખતરીયા તથા દિનેશભાઇ રામભાઈ તથા તથા જુવાનભાઈ રામભાઈ તથા નારણભાઇ બાવનભાઇ તથા નીલેષભાઇ લખમણભાઈ તથા નરેશભાઇ રમેશભાઇ તથા રાજેશ્વરીબેન આમહેડા વિગેરે પો.સ્ટાફે તથા પીજીવીસીએલ જુનાગઢની ટીમએ સાથે રહી કામગીરી કરેલ છે.


