પોરબંદરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કાલે સર્વોદય વનનું લોકાર્પણ
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા નિર્માણ થયેલ સર્વોદય વન : લોકાર્પણ સમારંભમાં અતિથિ વિશેષપદે ડો.મનસુખભાઇ માંડલીયા, કુંવરજીભાઇ બાવળીયા, અર્જુનભાઇ મોઢવાડીયા, પ્રવિણભાઇ માળી, પુનમબેન માડમ, મેયર સાગરભાઇ મોદી, કાંધલભાઇ જાડેજા, રામભાઇ મોકરીયા, જીતેન્દ્રભાઇ કણઝારીયા, જિ.પં.પ્રમુખ શીતલબેન ઓડેદરા ઉપસ્થિત રહેશે
પોરબંદર, તા.૩૦:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આવતીકાલે ઓડદર વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા નિર્માણ થયેલ સર્વોદય વનનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલથી પોરબંદરમાં ર દિવસનું રોકાણ કરશે. આવતીકાલે ૧ ઓકટોબરે બપોરે ૩.૩૦ ઓડદર વિસ્તારમાં સર્વોદય વનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે થનાર છે.
ર જી ઓકટોબર ગાંધી જયંતીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ ગાંધીજીનાા જન્મ સ્થળ કીર્તીમંદીરે સવારે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ સર્વધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપીને સંબોધન કરશે.
સર્વોદય વનના લોકાર્પણ સમારંભમાં અતિથિ વિશેષ પદે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઇ માળી, દેવભુમી દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, મહાનગર પાલીકાના મેયર સાગરભાઇ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, રાજયસભાના સાંસદ જીતેન્દ્રભાઇ કણઝારીયા, રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા, પુર્વ સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહેશે.


