૪૪ ડીગ્રી તાપમાન સાથે અકોલા દેશનું સૌથી ગરમ શહેર : રાજકોટમાં ૪ર ડીગ્રી

૪૪ ડીગ્રી તાપમાન સાથે અકોલા દેશનું સૌથી ગરમ શહેર : રાજકોટમાં ૪ર ડીગ્રી

અમદાવાદ/નવી દિલ્હી,તા.૧૫:
દેશના અનેક રાજ્યોમાં ગરમી ઝડપથી વધી રહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં સતત વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશના અનેક રાજ્યોમાં હીટવેવ જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારાની ચેતવણી આપી છે.  અકોલા અને કલાબુરગી દેશના સૌથી ગરમ શહેર રહ્યા છે. રાજકોટનો પણ દેશના સૌથી ગરમ શહેરની યાદીમાં શામેલ છે.
વિદર્ભના અકોલામાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં મહત્તમ  તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધારે હતું. કલાબુરગીમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરાવતીમાં 43.8 ડિગ્રી, દામાં 43.5 ડિગ્રી, અદિલાબાદમાં 43.3 ડિગ્રી, સોલાપુરમાં 43.2 ડિગ્રી, અનંતાપુરમાં 43.1 ડિગ્રી, કુર્નુલમાં 42.8 ડિગ્રી, બાંદામાં 42.6 ડિગ્રી, ગઢચિરોલીમાં 42.6 ડિગ્રી, જલગાંવમાં 42.5 ડિગ્રી, નાગપુરમાં 42.2 ડિગ્રી,  નર્મદાપુરમમાં 42.1 ડિગ્રી, પરભાનીમાં 42.1 ડિગ્રી જયારે રાજકોટમાં 42 ડિગ્રી તાપામાન નોંધાયું હતું.