સમ્રાટ ચૌધરીની શપથવીધી સાથે ૭પ વર્ષમાં પહેલી વાર બિહારને પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી મળ્યા

હવે દેશના ૧૬ રાજયોમાં ભાજપના મુખ્યમંત્રી ર૧ રાજયોમાં એનડીએની સરકાર

સમ્રાટ ચૌધરીની શપથવીધી સાથે ૭પ વર્ષમાં પહેલી વાર બિહારને પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી મળ્યા

(એજન્સી)             પટના તા.૧૫
સમ્રાટ ચૌધરીએ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેડીયુ ક્વોટામાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. બિહારમાં ભાજપના ઉદય પછી ક્યારેય તેના મુખ્યમંત્રી બન્યા નથી. 75 વર્ષમાં આ પહેલીવાર છે કે ભાજપને બિહારમાં મુખ્યમંત્રી મળ્યા છે.
બિહારમાં સમ્રાટ ચૌધરીની મુખ્યમંત્રી પદે શપથવિધિ સાથે જ આઝાદી બાદ પ્રથમ વખત અહી ભાજપના મુખ્યમંત્રી આવ્યા છે. જો કે અહી સરકાર હજુ મહારાષ્ટ્રની માફક સાથી પક્ષ પર આધારીત છે પરંતુ દેશના ૧૬ રાજયોમાં હવે ભાજપના પોતાના મુખ્યમંત્રી છે.
ખાસ કરીને હિન્દી બેલ્ટના રાજયોમાં ભાજપ માટે એક માત્ર બિહાર જ બાકી હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપે પ્રથમ વખત હરિયાણા (2014) આસામ (2016), મહારાષ્ટ્ર (2014), મણીપુર (2017) અને ઓડીસા (2024) તથા હવે બિહાર (2026)માં ભાજપના મુખ્યમંત્રી આવ્યા છે.
તે રાજયોમાં બિન-ભાજપ પણ એનડીએના મુખ્યમંત્રી છે. જેમાં મેઘાલય, નાગાલેન્ડ, પુંડુચેરી અને સિકકીમનો સમાવેશ થાય છે. આમ એનડીએમાં આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી જેના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે તેમ કુલ 21 રાજયોમાં એનડીએ સરકાર છે.