ઈરાન-અમેરીકા યુધ્ધનો અંત નજીક : ટ્રમ્પે સંકેત આપ્યો

આગામી એક-બે દિવસમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે બન્ને દેશો વચ્ચે પુન: મંત્રણા માટે ગોઠવાઈ રહેલો તખ્તો

ઈરાન-અમેરીકા યુધ્ધનો અંત નજીક : ટ્રમ્પે સંકેત આપ્યો

(એજન્સી)     વોશિંગ્ટન તા.૧૫ :
ઈરાન સાથે વાટાઘાટના વધુ એક રાઉન્ડ અને તેની સાથે હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કરી ઈરાનને આર્થિક રીતે પણ ગુંગળાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વના વિધાનમાં જણાવ્યું કે યુદ્ધ હવે અંતની બહુ નજીક છે.
સાથો સાથ ઈરાનને ચેતવણી પણ આપી હતી કે તેનો અર્થ એ પણ નથી કે અમોએ અમારુ મીશન પુરુ કર્યુ છે. વોશિંગ્ટનમાં તેઓએ કહ્યું કે અમે ઈરાન સાથે વાટાઘાટ માટે તૈયાર છીએ. ટ્રમ્પના આ વિધાન એ સમયે આવ્યા છે કે જયારે હોર્મુઝ જળમાર્ગમાં આવાગમનને અમેરિકાએ પુરી રીતે રોકી દીધુ છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, રાજદ્વારી ઉકેલની આશા ફરી એકવાર જાગી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે નવી શાંતિ વાટાઘાટો આગામી બે દિવસમાં ફરી શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ વાટાઘાટો પાકિસ્તાનમાં થઈ શકે છે. ટ્રમ્પનું નિવેદન સૂચવે છે કે તાજેતરના નિષ્ફળતા છતાં, બંને દેશો ફરીથી વાતચીતમાં જોડાવા માટે તૈયાર છે. અમેરિકા-ઈરાન સંઘર્ષ હવે નિર્ણાયક વળાંક પર પહોંચતો દેખાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે ચાલી રહેલ યુદ્ધ હવે ખતમ થવાની ખૂબ નજીક છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે પાકિસ્તાનની રાજધાનીમાં વાટાઘાટો ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો અમેરિકાએ કાર્યવાહી ન કરી હોત, તો આજે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોત. તેમણે કહ્યું, જો આપણે હસ્તક્ષેપ ન કર્યો હોત, તો ઈરાન આજે પરમાણુ શક્તિ બની ગયું હોત. અને જો એવું થયું હોત, તો વિશ્વનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ ગયું હોત. જ્યારે તેમને સીધા પૂછવામાં આવ્યું કે શું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે ? ત્યારે તેમણે જવાબ આપ્યો, મને લાગે છે કે તે સમાપ્ત થવાની ખૂબ નજીક છે.