ડો. સુભાષ યુનિવર્સિટીમાં આંબેડકર જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

ડો. સુભાષ યુનિવર્સિટીમાં આંબેડકર જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

જૂનાગઢ, તા.૧૭
સુભાષ યુનિવર્સિટીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંવિધાનને નમન કરી અને ડૉ. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ તથા સંવિધાન પ્રત્યેના આદરની ભાવના વ્યક્ત થઈ હતી .
આ પ્રસંગે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો તથા તેમના સમાજસુધારણા કાર્યો અંગે પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધાના વિજેતાઓને યુનિવર્સિટીના મહાનુભાવો દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ માટે ગૌરવ અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાયો હતો.
યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા વધારવાનો ઉદ્દેશ સફળ રહ્યો હતો.