દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના જહાજમાં દુબઈ નજીક આગ લાગી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના જહાજમાં દુબઈ નજીક આગ લાગી

(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.૭
દુબઈથી જનરલ કાર્ગો ભરીને નીકળેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના જહાજમાં બોસાસો બંદર નજીક અકસ્માતે ભીષણ આગ લાગી હતી. સલાયાના સલીમ ઈસ્માઈલ ભાયા ની માલીકીના આ ૧૨૦૦ ટન કેપીસીટી ધરાવતા જહાજમાં સવાર ૧૧ ક્રૂ-મેમ્બરોનો આબાદ બચાવ થયો છે. આગને કારણે જહાજને મોટાપાયે નુકશાની થયા હોવાના સમાચાર છે.