દ્વારકા પંથકમાં પવનચક્કીના કોપર વાયરની ચોરી પ્રકરણમાં છ આરોપીઓ ઝડપાયા

દ્વારકા પંથકમાં પવનચક્કીના કોપર વાયરની ચોરી પ્રકરણમાં છ આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૮
દ્વારકા નજીકના બરડીયા ગામના સીમ વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે ઓપેરા સુઝલોન કંપનીના પવનચક્કીના થાંભલામાંથી અર્થિંગના ૫૦ મીટર જેટલા કોપર વાયરની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્ટાફના મુકેશભાઈ વાઘેલા, પીઠાભાઈ ગોજીયા અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત વાયર ચોરી પ્રકરણમાં દ્વારકા તાલુકાના કુરંગા ઓવરબ્રિજ ખાતેથી ભાટિયા ગામનો સંજયભા ટપુભા બઠિયા, દ્વારકાનો જગદીશભા કુંભાભા માણેક, જેતાભા ઉર્ફે રણજિત કુંભાભા માણેક, અજયભા મેપાભા નાયાણી અને ભોગાત ગામનો લખમણ હરદાસ જમોડ નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા એક લાખ ત્રીસ હજારની કિંમતનો કોપર વાયર, રૂા.એક લાખની કિંમતના ત્રણ મોટરસાયકલ, રૂા.પાંત્રીસ હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ, છ મોબાઈલ ફોન તેમજ રૂપિયા ચાર હજાર રોકડા વિગેરે મળી કુલ રૂા.૨,૬૯,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે.