યાત્રાધામ દ્વારકામાં ભાદરવા સુદ પૂનમનાં કાળીયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

યાત્રાધામ દ્વારકામાં ભાદરવા સુદ પૂનમનાં કાળીયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૮
યાત્રાધામ દ્વારકામાં શનિવારના ભાદરવા સુદ પૂનમના કાળીયા ઠાકોરના દર્શન કરવા વહેલી સવારથી ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પુનમ હોવાથી વહેલી સવારથી ગોમતી ઘાટ ઉપર પવિત્ર સ્નાન કરવા ભાવિકો ઉમટયા હતા. ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જોકે જગત મંદિરે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી મોક્ષ દ્વારે બન્ને દ્વાર મંદિરમા શ્રીજીના દર્શન કરવા જવા સંખ્યા બંધ ભાવિકોની લાંબી કતારો લાગી હતી. પુણિર્મા હોવાથી વારદાર દિપક પ્રવિણચંદ્ર પૂજારીએ ઠાકોરજીને બ્લુ કલરના વસ્ત્રો સાથે શ્રીજીને મોર મુગટ ધારણ કરાવી સોના ચાંદીના હીરા જડિત આભુષણોનો અલૌકિક શિંગારની ઝાખી કરી ભાવીકોને દર્શન કરાવ્યા હતા. સંખ્યામાં બંધ ભાવિકો શ્રીજીના અલોકિક દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.