ઉજ્જૈનમાં શાહી મસ્જીદનો ભાગ તોડવા બાબતે ધમાલ : પથ્થરમારો : સ્થિતિ સ્ફોટક

ઉજ્જૈનમાં શાહી મસ્જીદનો ભાગ તોડવા બાબતે ધમાલ : પથ્થરમારો : સ્થિતિ સ્ફોટક

(એજન્સી)           ઉજ્જૈન તા.ર૮
ઉજ્જૈનમાં રસ્તો પહોળો કરવા માટે શાહી મસ્જિદનો એક ભાગ તોડવા પર આજે સવારે ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો થયો અને ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા. એક થાણા પ્રભારી ઘાયલ થયાં. ઉજ્જૈનમાં આજે સવારે થયેલા હોબાળા બાદ પોલીસે જેમના પર એફઆઈઆરનોંધાવી છે, તે ૧૦ લોકોમાં ૫ાંચ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમના પર વાતાવરણ બગાડવાનો આરોપ છે. જાેકે હજુ સુધી તેમની ધરપકડ અંગેની માહિતી મળી નથી. આ દરમિયાન અપડેટ એ છે કે મુસ્લિમ સમાજના લોકોએ પોતે જ મસ્જિદ તોડવાનું શરૂ કરી દીધું છે. મસ્જિદનો આશરે ૯ ફૂટ લાંબો અને ૪ ફૂટ પહોળો ભાગ તોડવાનો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ ઉજ્જૈનમાં શાહી મસ્જિદ તોડી પાડવાના વિવાદમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં ફરી એકવાર પોલીસ પર પથ્થરમારો થયો છે. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો છે. અહીં સવારે પણ પથ્થરમારો થયો હતો, ત્યારબાદ ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી ઘાયલ થયા છે.
પોલીસે આ મામલે ૧૦ લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમાં ૫ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમના પર વાતાવરણ બગાડવાનો આરોપ છે. જોકે, હજુ સુધી તેમની ધરપકડ અંગે કોઈ માહિતી મળી નથી. બહારથી આવેલા ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ દરમિયાન એવા અહેવાલો મળ્યા હતા કે મુસ્લિમ સમાજે પોતે જ મસ્જિદ તોડવાનું શરૂ કરી દીધું છે. મસ્જિદનો આશરે ૯ ફૂટ લાંબો અને ૪ ફૂટ પહોળો ભાગ તોડવાનો છે. આ મામલે હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં સોમવારે જ સુનાવણી છે.