નેપાળમાં સુશિલા કાર્કીના નેતૃત્વમાં બનેલી નવી વચગાળાની સરકારનું ભારત દ્વારા સ્વાગત : શાંતિ-સ્થિરતાની આશા
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩
: ભારતીય વિદેશ મંત્રાલયે (એમઇએ) નેપાળમાં સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નવી વચગાળાની સરકારનું સ્વાગત કર્યું છે અને તેને સમર્થન આપ્યું છે. એમઇએના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "અમે નેપાળમાં નવી વચગાળાની સરકારના રચનાનું સ્વાગત કરીએ છીએ, જેનું નેતૃત્વ ૭૪ વર્ષના શ્રીમતી સુશીલા કાર્કી કરશે. આશા છે કે આથી શાંતિ અને સ્થિરતા મળશે."
સુશીલા કાર્કી, જે નેપાળની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ રહી ચુકયા છે, તેમણે ગત રાત્રે કાઠમંડુમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા શપથ લીધા. આઇએએનઆર અને એએફપીના અહેવાલો અનુસાર, આ નિમણૂક જનરલ-ઝેડ પ્રદર્શનો પછી થઈ, જેમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનમાં અનેક લોકોના મોત થયા હતા. પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા પછી આ વચગાળાની સરકાર રચાઈ છે, જે ૬ મહિનામાં ચૂંટણી કરાવશે.


