નવેમ્બરમાં ટ્રમ્પનું રાજ ખતમ થઈ જશે અમેરીકાના શક્તિશાળી શખ્સે ભવિષ્યવાણી કરી
(એજન્સી) વોશીંગ્ટન: તા.૨૫:
ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ચૂપ છે, પણ અમેરિકી રાજનીતિના ગલિયારામાં હાલમાં એક ભયંકર રાજકીય ભૂકંપ આવ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજને લઈ એક એવી ભવિષ્યવાણી થઈ છે, જેણે રિપબ્લિકન પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે. દાવો કર્યો છે કે, આવનારા નવેમ્બર મહિનામાં અમેરિકી રાજનીતિના ઇતિહાસમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવવાનો છે. દાવો થઈ રહ્યો છે કે, આ ચૂંટણીના પરિણામ આવતા જ ટ્રમ્પનું રાજ અને તેમનો દબદબો હંમેશા માટે ખતમ થઈ જશે. તેને રાષ્ટ્રપતિના એકતરફી ર્નિણય વિરુદ્ધ જનતાનો હિસાબ-કિતાબનો દિવસ ગણાવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રહાર અને ભવિષ્યવાણી અમેરિકાના સૌથી અમીર અને શક્તિશાળી રાજ્ય કેલિફોનિર્યાના ગવર્નર ગૈવિન ન્યૂઝસમે કરી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ૫૮ વર્ષના ડેમોક્રેટિક નેતા ન્યૂઝસમે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આગામી નવેમ્બરની મિડટર્મ ચૂંટણીમાં તેમની ડેમોક્રેટિક પાર્ટી અમેરિકી સંસદના નિચલા સદન એટલે કે હાઉસ ઓફ રિપ્રિઝેન્ટેટિવમાં ફરીથી બહુમત પ્રાપ્ત કરી લેશે. ન્યૂઝસમે દાવો કર્યો છે કે નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્સી, જેવી આજે આપણે જોઈ રહ્યા છીએ, તે સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ૨૦૨૮માં રાષ્ટ્રપતિ પદના મોટા દાવેદાર ગણાવતા ન્યૂઝસમનું આ નિવેદન અમેરિકી ચૂંટણીના જંગને ખૂબ જ રસપ્રદ બનાવી દેશે.


