પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયા" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ તા.ર૩
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયા" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા જેમાં પ્રથમ "સર્વરોગ નિદાન કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ મા જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત શ્રી ગીરનાર કમલમ, ભાજપ કાર્યાલય – જૂનાગઢ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે મોદી સાહેબ નાં જીવનકવન, તેમના જનકલ્યાણકારી કાર્યો તથા રાષ્ટ્રનિર્માણ માટેના અવિરત પ્રયાસો અંગે વિચારો રજૂ કર્યા અને સૌ સાથે સંવાદ કર્યો હતો સાથે જુનાગઢ ની તમામ દિવ્યાંગ બાળકોની સંસ્થાને ભેટ અને સન્માન સાથે પોતાના કાર્યક્ષેત્ર માં વિશિષ્ટ કામગીરી કરવા માં નાગરિકોનું સન્માન કરવા માં આવેલ હતુ. સાથે સાથે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તેમજ શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ - જુનાગઢના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતુ.સમગ્ર કાર્યક્રમ દરમિયાન જુનાગઢ મહાનગર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયરશ્રી ધર્મેશભાઈ પોશીયા, ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ નેતા મનનભાઈ અભાણી, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, નટુભાઈ પટોળિયા, સુભાષ ભાઈ રાદડિયા, વનરાજભાઈ સોલંકી, ભાવનાબેન વ્યાસ,શ્રેયસભાઈ ઠાકર, મનિષાબેન વૈશ્નાણી, શિતલબેન તન્ના, યોગેશ્વરીબેન જાડેજા, જીતેશભાઇ પરમાર, ખીમભાઈ મોકરીયા, ગીરીશભાઈ આડતીયા, ચિરાગભાઈ શેઠીયા, નિકુંજભાઈ ભુત, શેલેષભાઈ વાઢીયા, ભાવેશભાઈ નંદા, રમેશભાઇ બાવળીયા, સાગરભાઈ મકવાણા, વિનુભાઈ ચાંદેગ્રા,કેમ્પસ ડાયરેકટર ઠેસીયા, પ્રિન્સીપાલ કુસુમબેન સોજીત્રા, જયેશભાઇ ધોરાજીયા, મુન્નાભાઈ ઓડેદરા, મિલનભાઈ ભટ્ટ, શિતલબેન તન્ના, દિપલભાઈ રૂપારેલિયા, ભાવેશભાઈ નંદા, કેવિનભાઈ અકબરી, રમેશભાઇ ગજેરા, જયભાઈ સુવાગીયા, કેતનભાઈ નાંઢા, રાહુલભાઈ રાવત, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તથા દરેક મોરચાના કાર્યકર્તા, વોર્ડ પ્રમુખ મહામંત્રી તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.


