ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિની ધામધૂમથી થયેલ ઉજવણી

સવારે સમાધી પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં યોજાયો

ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિની ધામધૂમથી થયેલ ઉજવણી

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની સાતમી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત શ્રીભીમ બાપુની નિશ્રામાં પૂજ્ય વિઠ્ઠલ બાપુ અને પટેલ બાપુની સમાધીનું વિધિવત રીતે પૂજન અર્ચન કરાયું હતું અને ત્યારબાદ બપોરે મહાપ્રસાદ અને રાત્રીના ભવ્ય સંતવાણી ભજન સંધ્યાના કાર્યક્રમમાં દાતારના હજારો ભક્તો સેવકો ઉમટી પડ્યા હતા. જગ્યાની ઉજળી પરંપરા વિશે પૂજ્ય ભીમ બાપુએ પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે જગ્યાની ઉજળી પરંપરા રહી છે કે જગ્યાના મહંતો ને આસનસિદ્ધ મહંત કહેવામાં આવે છે કે તેઓ કદી કોઈ દિવસ પણ જગ્યા છોડી નીચે નથી ગયા આ જગ્યા આટલી ઊંચાઈ ઉપર આવેલી હોવા છતાં અહીંયા ૨૪ કલાક અન્નક્ષેત્ર કાર્યરત રહે છે દાતારની યાત્રાએ આવતા તમામ ભાવિકો માટે છેક નીચેથી લઈ ઉપર સુધી બધું નિશુલ્ક ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો નીચે પણ પટેલ બાપુ આશ્રમ જે ડેમ સાઈડ આવેલો છે ત્યાં પણ યાત્રિકોને રહેવા ઉતારવાની જમવા માટે નીસુંદર મજાની વ્યવસ્થા છે અને ઉપર આવી ગયા પછી પણ જગ્યામાં ૨૪ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે જેમાં અડધી રાતે પણ આવેલા ભાવિકોને પ્રસાદ મળી રહે છે પૂજ્ય પટેલ બાપુના વખતથી ચાલી આવતી આ અખંડ સેવા ની જ્યોત અવિરત પણે અત્યારે મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ જગ્યામાં આવનાર દરેક ભાવિકોનું સન્માન સાથે તેમની સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ છે અને દાતારની જગ્યા ઉપર એક સુંદર મજાની ગૌશાળા પણ કાર્યરત છે જેમાં અસંખ્ય ઢોર ગાયો ભેંસો ને રાખવામાં આવેલી છે અને તેનું તમામ દુજાણું દૂધ જગ્યામાં આવતા ભાવિકો માટે ચા પાણી મીઠાઈ ઘી પ્રસાદી રૂપે બધું તૈયાર કરવામાં આવે છે જગ્યા ખાતે આપણા તમામ ધાર્મિક તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં ઈદ હોય કે દિવાળી હોય કે ઉતાસણી હોય કે કોઈપણ પ્રસંગ હોય હનુમાન જયંતી હોય નવનાથ સિદ્ધ ચોર્યાસીના ધૂણે નવનાથનો દશેરા એ હવન થાય છે એવી જ રીતના તમામ તહેવારો ગામધૂમથી ઉજવવામાં આવે છે