ફૂટપાથ માનવ જીવનનું અભિન્ન અંગ તેને દબાણ મુકત કરો : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૫
ફૂટપાથને માનવજીવનનું અભિન્ન અંગ ગણાવતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે જવાબ માગ્યો હતો. આ સાથે કોર્ટે ફૂટપાથના યોગ્ય ડીમાર્કેશન અને રાહદારીઓ માટે દબાણમુક્ત જગ્યા રાખવા સંદર્ભે અપાયેલા નિર્દેશોની અમલવારીનો ખુલાસો પૂછ્યો હતો. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવી રોડ હોય તે તમામ સ્થળે ફૂટપાસના યોગ્ય ડીમાર્કેશન સુનિશ્ચિત કરવા જસ્ટીસ પી એસ નરસિમ્હા અને આલોક અરાયની બેન્ચે સુઓમોટો કેસની સુનાવણી હાથ ધરી છે. બેન્ચે નોંપ્યુ હતું કે, રાહદારીઓ માટે ખુલ્લી જગ્યાનું ઉચિત ડીમાર્કેશન પ્રથમ પગલું છે. નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં સલામતી હોવાનો વિશ્વાસ થવો જાેઈએ. રોડ હોય તે તમામ સ્થળે નાગરિકો ડીમાર્ક થયેલી જગ્યા પર ચાલી શકવા જાેઈએ. એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે રજૂઆત કરી હતી કે, રાજ્યોના કાર્યક્ષેત્રમાં રોડ આવે છે અને તેથી કેન્દ્રના માર્ગ-મકાન અને આવાસ-શહેરી વિભાગે એક માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીને પણ કોર્ટના નિર્દેશ મુજબ, રાહદારીઓ માટે ખુલ્લી જગ્યાના ઉચિત ડીમાર્કેશન માટે જણાવાયું છે.


