બૈજીંગમાં ટ્રમ્પ-જીનપીંગ વચ્ચે ઐતિહાસીક બેઠક યોજાઈ

જીનપીંગે કહ્યું, “ચીન-અમેરીકાએ ભાગીદાર બનવું જાેઈએ, હરીફ નહીં”

બૈજીંગમાં ટ્રમ્પ-જીનપીંગ વચ્ચે ઐતિહાસીક બેઠક યોજાઈ

(એજન્સી)          બૈજિંગ તા.14
ચીનના પાટનગર બૈજિંગમાં આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. બૈજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે શી જિનપિંગે ટ્રમ્પનું સ્વાગત કર્યું. ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા. ટ્રમ્પ-જિનપિંગની બેઠક બે કલાક ચાલી હતી. બેઠકની શરૂઆતમાં, શી જિનપિંગે કહ્યું કે આખી દુનિયા આ બેઠક પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને યુએસ-ચીન સંબંધો વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. જિનપિંગે કહ્યું કે બંને દેશોએ “ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં.” ટ્રમ્પે શી જિનપિંગની પ્રશંસા કરતા કહ્યું, "તમારા મિત્ર બનવું એ સન્માનની વાત છે." ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સુધરવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાની સાથે વિશ્વના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓને ચીન લાવ્યા છે. ટ્રમ્પના પ્રતિનિધિમંડળમાં ઈલોન મસ્ક, એપલના સીઈઓ ટિમ કૂક અને બોઇંગના સીઈઓ સહિત અનેક અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.