બ્રિટન પહોંચેલા યૂ-ટયુબર ધ્રુવ રાઠીએ મોદી સરકાર વિરૂધ્ધ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરી

બ્રિટન પહોંચેલા યૂ-ટયુબર ધ્રુવ રાઠીએ મોદી સરકાર વિરૂધ્ધ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરી

(એજન્સી)            લંડન,તા.૧૭:
યુટ્યુબર ધ્રુવ રાઠી ભારતથી લંડન પહોંચી ગયા છે. ભારતમાં થોડા દિવસ રોકાયા બાદ હવે તેમણે વિદેશમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને જણાવ્યું કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. તેમણે ૧૮ ઓક્ટોબરે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે લોકોને એકત્ર થવા અપીલ કરી છે. આ પ્રદર્શનના કેન્દ્રમાં મોદી સરકાર સામે વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરશે તેમ તેમણે જણાવાયું છે.
ધ્રુવ રાઠી ૯ ઓક્ટોબરે જર્મનીથી ભારત આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા તેઓ ભારત પહોંચ્યા હતા. જોકે, ભારત આવ્યા બાદ બીજા જ દિવસે સવારે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં રાત્રે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
હવે લંડન પહોંચ્યા બાદ ધ્રુવ રાઠીએ ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે.