જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પૂર્વક ભવ્ય ઉજવણી
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ભવ્યતાથી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આદ્યશકિત અંબાજી માતાજીનાં નવલા નોરતાનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જૂનાગઢનાં માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ અને મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. છેલ્લા ર૬ વર્ષથી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ભકિતમય રીતે ઉજવણી થાય છે. જાણીતા લોક સાહિત્યકાર પદમશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ આ ગરબીનું સ્થાપન કર્યુ હતું. છેલ્લા પ૦ થી ૬૦ વર્ષ જુની ગાંધીગ્રામની ગરબી છે. જેમાં જાણીતા નામાંકીત કલાકારો તેમજ મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહે છે. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત ગરબીમાં ભુવા રાસ, ટીપણી રાસ, તલવાર રાસ, દેશભકિત રાસ જેવા રાસ બાળાઓ દ્વારા લેવામાં આવે છે. જેનું ખુબ જ આકર્ષણ રહયું છે. અને મોટી સંખ્યામાં લોકો રાસ-ગરબા નીહાળે છે. બાળાઓ પાસેથી ફી પેટે રૂા. ૧ લેવામાં આવે છે. જયારે અન્ય વિસ્તારોમાંથી આવેલી બાળાઓ પાસેથી માત્ર રૂા. ૧૦૧ ફાળા પેટે લેવામાં આવે છે. નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં ગાંધીગ્રામ વિસ્તારની જનતાનો સહકાર તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ પુરતો સહયોગ આપવામાં આવે છે. નવરાત્રીનો પ્રારંભ થાય તે પહેલાં જ છેલ્લા દોઢ માસથી નવરાત્રીનાં આયોજનને સફળ બનાવવા માટે ગરબી મંડળનાં વીરાભાઈ મોરી, જીગ્નેશભાઈ દવે, કેતનભાઈ બામરોટીયા, નાથાભાઈ આહીર, મેહુલભાઈ કોઠારી, શાહરૂખભાઈ મકવાણા, ડાયાભાઈ મોરી, મેણસીભાઈ વાજા, મનસુખભાઈ હડીયલ, વિનેશભાઈ વાજા, યશ જાેટાણીયા, વનરાજ ગરચર, પ્રફુલભાઈ શાહ, મજીદભાઈ ચૌહાણ, કમલેશભાઈ મોરી, યશરાજભાઈ ગઢવી, ભાવેશભાઈ મોરી, સરમણભાઈ મોરી, જીગ્નેશભાઈ બારૈયા, ઈસુબ મકવાણા, મુકેશભાઈ બારોટ સહીતનાં કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે. આ ઉપરાંત કુસુમબેન મહેતા, શીતલબેન મોરી, બંસીબેન નંદાણીયા, કોમલબેન બામરોટીયા, પુરીબેન કરમટા, હીનાબેન કરમટા, રાધીકાબેન મકવાણા, ઉર્વિષાબેન, પુનમબેન રાઠોડ દ્વારા બાળાઓને રાસ-ગરબાની પ્રેકટીસ કરાવવામાં આવી હતી. ગાંધીગ્રામ મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવની ઉજવણીનાં આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા લેવામાં આવતા રાસ-ગરબા નિહાળવા તેમજ આરતીનો લાભ લેવા માટે ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.


