મીઠાપુરના પાડલી ગામેથી જુગાર રમતા મહિલાઓ સહિત પાંચ ઝબ્બે : રૂા.૨.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૪
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા પાડલી ગામે જુગાર રમતો હોવાની બાતમી રવિવારે રાત્રે મીઠાપુર પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન મળતા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રામભા બાલુભા કારા, રમેશભા ભારાભા હાથલ અને પોલાભા ડોસાભા માણેક તથા અન્ય બે મહિલાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ જુગારીઓ પાસેથી પોલીસે રૂા. ૬૧,૨૪૦ ની રોકડ રકમ તથા રૂા. ૬૫,૦૦૦ ની કિંમત ના બે મોટરસાયકલ અને રૂપિયા ૮૦ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦૬,૨૪૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.


