માણાવદર શહેરમાં પાલિકાની બેદરકારીના કારણે ખુલી ગટરમાં બાઈક ચાલક પડતા અકસ્માત
(પ્રતિનિધી દ્વારા)
માણાવદર તા.૮
માણાવદર શહેર ભૂગર્ભ ગટર હોય કે મોટી ગટરો અનેક ફરિયાદો પ્રજા કરે છે તેમા ગઈકાલે જલારામ વેબ્રિજ પાસે કુમનભાઈ તેમની ૨ દીકરી અને એક દિકરાને ટુ વ્હીલ ઉપર સ્કૂલ મૂકવા જતા હતા ત્યારે ખુલી ઊંડી ગટર કે જે કોય સેફ્ટી ગ્રિલ કે આડશ વગર ની છે તેમાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી. બનાવ સ્થળે નજીક ભરતભાઈ ઓડેદરા યે જોતા પળ વારનો વિચાર કર્યા વગર આ પરિવારને બચાવવા ઊંડી ગટરમાં પડ્યા અને તાત્કાલીક ચારેયના જીવ બચાવવા ઉપયોગી થયા હતા તેમજ આજુબાજુ નાગરિકો દોડી આવ્યા હતા. જેમાં દીકરી દીકરાને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવેલ. ઈજાગ્રસ્ત નાના માણસો હોય અચાનક બનેલા બનાવથી ચિંતા વ્યકત કરી છે. પાલીકા ઈજાગ્રસ્ત પરીવારને મદદ કરવી જાેઈએ કારણ પાલીકાની બેદરકારી છતી થઈ છે. આ સાથે ખુલ્લી ગટર અંગે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


