મધ્યપૂર્વમાં ભડકો : આજે વહેલી સવારે ઈરાનનો કુવૈત પર હુમલો

મધ્યપૂર્વમાં ભડકો : આજે વહેલી સવારે ઈરાનનો કુવૈત પર હુમલો

(એજન્સી)       તહેરાન, તા.1
મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો હતો. આ અણધાર્યા હુમલા બાદ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો હતો.અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કુવૈત ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. કુવૈતી સેનાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરી દીધી છે, જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.
આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ ‘સેલ્ફ-ડિફેન્સ‘ (સ્વ-બચાવ) હેઠળ ઈરાન પર મર્યાદિત એરસ્ટ્રાઈક કરી હતી.