મનપાનાં શાસકોની શાન ઠેકાણે લાવવા જૂનાગઢમાં રસ્તા બાબતે જનઆંદોલન સિવાય હવે કોઈ છૂટકો નથી

‘રસ્તા તોડો, તમાશા દેખો’ ને મુંગા મોઢે નિહાળવા કરતા યુધ્ધ એજ કલ્યાણની નીતિ અપનાવી લોકોએ શેરીઓમાંથી બહાર નીકળવું પડશે

મનપાનાં શાસકોની શાન ઠેકાણે લાવવા જૂનાગઢમાં રસ્તા બાબતે જનઆંદોલન સિવાય હવે કોઈ છૂટકો નથી

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરની પાંચ લાખની જનતા કોર્પોરેશનનાં અણધડ વહીવટથી હવે ત્રાસી ગઈ છે, તોબા પોકારી ગઈ છે અને હવે તો બસ હદ થઈ ગઈ છે ેતેવા તીવ્ર આક્રોશ સાથે રસ્તા, પાણી, ગટર સહીતનાં પ્રશ્ને મનપાનાં ભાજપનાં શાસકો સામે ભારે રોષ વ્યકત કરી રહયા છે. ખાસ કરીને જૂનાગઢનાં રસ્તાઓની હાલત તો ખોદી નાખેલા ખેતર જેવી કરી નાખી છે અને શાસકો કોઈની ફરીયાદ સાંભળતા જ ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે.  જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ ખોદી કાઢેલા છે. ગટર લાઈન, પાણીની લાઈન તેમજ અન્ય કંપનીઓનાં કેબલ પાથરવાની કામગીરીને કારણે રસ્તા ખોદી નાખવામાં આવે છે તો ખરા પરંતુ  જે તે કામગીરી પુરી કર્યા બાદ માથે ધુળ, માટીનો ઢગલો પાથરી દેવામાં આવે છે.  જેને લઈને લગભગ બધાજ માર્ગ ધુળીયા બની ગયા છે. ખરાબ રસ્તા અંગે  દરેક વિસ્તારની સમસ્યા અને ફરીયાદો રહેલી છે જ પરંતુ તેનો પણ કોઈ ઉકેલ આવતો જ નથી. તાજેતરનાં ઘટનાક્રમ ઉપર જાેવા જઈએ તો જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર  જીઆઈડીસી-રનાં ગેટ પાસે પાણીનાં નિકાલ માટેની કામગીરી સબબ અહીંથી પસાર થતાં વાહનોને  જીઆઈડીસી-રમાં વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો હતો જેને  લઈને ભારે વાહનોની અવરજવરને કારણે જીઆઈડીસી-ર નાં રસ્તા તુટી જવા પામેલ અને આ ખરાબ રસ્તાને રીપેર કરવા અને નવા બનાવવાની માંગણી સબબ જીઆઈડીસી-ર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા આંદોલનની ચીમકી  અપાતા મનપાનાં મેયર સહીતના પદાધિકારીઓ દોડી ગયા હતા અને તાત્કાલીક રસ્તો બનાવવા કામ હાથ ધર્યુ હતું. જવાહર રોડ ઉપર રસ્તાની કામગીરીને કારણે રસ્તો ખોદી કાઢવામાં આવેલ અને ત્યાંના રહેવાસીઓની ખુબજ ખરાબ હાલત સર્જાણી છે.  અને જે અંગે પણ ભારે દેકારો થયો છે. જયારે શાંતેશ્વર રોડની પણ રસ્તા બાબતની ફરીયાદો સામે લોકોમાં ભારે ઉગ્ર રોષ નીકળ્યો છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા રસ્તા ખોદી નાખવામાં આવે છે પરંતુ સમયસર રસ્તાનાં કામો પુરા થતાં ન હોવાનાં કારણે અનકે વિસ્તારોમાં ખરાબ હાલત રસ્તાની થઈ છે. ચોમાસાનાં દિવસો નજીક આવતા જાય છે અને ચોમાસા પહેલા રસ્તાનાં કામો પુરા ન થાય તો જૂનાગઢનાં અનેક વિસ્તારોની હાલત ખુબજ  ખરાબ થશે. જેથી નગરજનોને કોર્પોરેશન તંત્રને જગાડવા માટે હવે ખોદેલા રસ્તા તત્કાલ પુર્ણ કરવા નવા રસ્તા બનાવવા માટે તાત્કાલીક કામગીરી તંત્ર કરે તે માટે હવે જનઆંદોલન સિવાય  બીજાે કોઈ રસ્તો નથી.!