રિઝર્વ બેંક સરકારને ઐતિહાસિક ડિવિડન્ડ આપશે
(એજન્સી) મુંબઇ તા.22:
કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રેકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. RBI બોર્ડની એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે.


