ર૦ર૬માં ચાંદીનો ભાવ રૂા.૩ લાખ અને સોનુ રૂા.૧.૬૦ લાખને વટાવી જશે
સોના-ચાંદીમાં અવિરત તેજી યથાવત : આજે ચાંદીનો ભાવ ૧ કિલોના રૂા.ર.પપ લાખ, સોનુ ૧૦ ગ્રામના રૂા.૧,૪ર,૪૦૦
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯:
સોના-ચાંદીમાં તેજી વન-વે છે રોજેરોજ ભાવ નવી ઊંચાઈ સર કરતા જ રહ્યા છે. આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે જ ભાવોએ ફરી છલાંગ લગાવી હતી અને નવી ઉંચાઈ હાંસલ કરી હતી. વિશ્વ બજારમાં ચાંદીએ ઐતિહાસીક ૮૦ ડોલરની સપાટી વટાવી દીધી છે.
રાજકોટમાં હાજર ચાંદીનો ભાવ વધીને ૨,૫૫,૦૦૦ પર પહોંચ્યો છે. શનિવારે એક જ દિવસમાં રૂા.૧૭૦૦૦ ના ઉછાળા બાદ આજે વધુ રૂા.૩૦૦૦ ઉંચકાઈ હતી. કોમોડીટી એકસચેંજમાં ૨,૫૦,૩૬૦ નો ભાવ હતો.. વિશ્વ બજારમાં ભાવ ઉંચામાં ૮૩.૮૫ ડોલરની સપાટીએ પહોંચ્યા બાદ ૮૦.૦૮ ડોલર હતો.
હાજર સોનું વધીને ૧,૪૨,૪૦૦ થયુ હતું. કોમોડીટી એકસચેંજમાં ૧,૪૦,૭૬૫ હતું વિશ્વ બજારમાં જોકે ૧૫ ડોલર વધીને ૪૫૧૭ ડોલર હતું. પરંતુ લોકલમાં ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ભાવ વધ્યો હતો.
જાણકારોનાં કહેવા પ્રમાણે સોના-ચાંદીની તેજી પાછળ વૈશ્વિક કારણો જ જવાબદાર રહ્યા છે.
તા. ર૯, ભારતીય રોકાણકારો માટે ૨૦૨૫ એક મહત્વપૂર્ણ વર્ષ હતું, કારણ કે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારાને કારણે નફો અપેક્ષાઓ કરતાં વધુ થયો હતો. બંને ધાતુઓ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે ભાવમાં આ તેજી આગામી વર્ષ સુધી ચાલુ રહી શકે છે, જેનાથી રોકાણકારોને મજબૂત વળતર મળશે. ચાંદીએ ૨૦૨૫ માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. સ્થાનિક બજારમાં ચાંદી ૨,૪૨,૦૦૦ પ્રતિ કિલોને વટાવી ગઈ. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, તેની કિંમત ૮૫,૮૫૧ પ્રતિ કિલોગ્રામ હતી. આમ,
ચાંદીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને ૧૬૭% જેટલું મજબૂત વળતર આપ્યું છે.
છેલ્લા એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જે પ્રતિ કિલોગ્રામ રૂા. ૨૮,૦૦૦ નો ભાવ વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે ચાંદીની આંતરરાષ્ટ્રીય માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ પુરવઠો મર્યાદિત રહ્યો છે. આ કારણે તેના ભાવ સતત વધી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ પણ ઇતિહાસ રચ્યો છે. હાજર ચાંદી પહેલીવાર ઔંસ દીઠ ૭૫ ડોલર ને વટાવી ગઈ છે. નિષ્ણાતોના મતે, મજબૂત વૈશ્વિક માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે ચાંદીમાં આ ઉછાળો આવ્યો છે. જો આ વલણ આગામી વર્ષે
ચાલુ રહેશે, તો ચાંદી પ્રતિ ઔંસ ૧૦૦ ડોલરને સ્પર્શી શકે છે. પરિણામે, ભારતીય બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂા. ૩ લાખ સુધી પહોંચી શકે છે.


