વડાપ્રધાન મોદીનું શાસન આખરી તબક્કામાં, અનુગામીની શોધ ચાલુ થઈ ગઈ છે : રાહુલ ગાંધી

વડાપ્રધાન મોદીનું શાસન આખરી તબક્કામાં, અનુગામીની શોધ ચાલુ થઈ ગઈ છે : રાહુલ ગાંધી

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૧:
વંદેમાતરમના ફકત બે છંદ ગાવાના કોંગ્રેસના ર્નિણય પર ફરી ધમાસાણ સર્જાયુ છે તે વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વધુ એક વિવાદી વિધ્ન કોંગ્રેસ કારોબારીને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન તેના આખરી તબકકામાં છે અને તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કા સિયાસી સફર અંત હો ચુકા હૈ! ઉનકે ઉતરાધિકારી કિ તલાશ ચલ રહી હૈ! રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સરકાર પુરી રીતે બેકફુટ પર છે અને કોંગ્રેસ પક્ષે હવે આક્રમક વધુ વલણ અપનાવવું જોઈએ અને સરકારને ભીસમાં મુકવી જોઈએ. કોંગ્રેસ વડા મથકે યોજાયેલી કારોબારી બેઠકમાં રાહુલના વિધાનોના પડઘા પડશે તે નિશ્ચિત છે.