વડાપ્રધાન મોદી આજથી પાંચ દેશોના વિદેશ પ્રવાસે રવાના
(એજન્સી) નવી દિલ્હી, તા.15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક અત્યંત મહત્વકાંક્ષી પાંચ દેશોના પ્રવાસે રવાના થયા છે, જે ભારતની વૈશ્વિક રાજનીતિમાં વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરે છે. આ પ્રવાસના પ્રથમ પડાવ તરીકે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત પહોંચશે, જ્યાં રણની ધરતી પર ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય લખાશે. આ મુલાકાત દરમિયાન તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. આ બેઠક માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ભારતની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટેની એક મોટી વ્યૂહાત્મક ચાલ છે, જેમાં પેટ્રોલિયમ સંગ્રહ અને એલપીજી સપ્લાય અંગેના મહત્વના એમઓયુ પર મહોર લાગવાની પૂરેપૂરી શકયતા છે.


