સત્તા સંભાળતાની સાથે જ નવા વડાપ્રધાન બાલેનશાહ એકશન મોડમાં નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશની ધરપકડ
(એજન્સી) કઠમંડુ, તા.૨૮
નેપાળમાં સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ વડાપ્રધાન બાલેન શાહ એક્શનમાં આવ્યા છે, તેમના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડના આદેશ અપાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ‘ય્ીહ ઢ‘ આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે. આંદોલન દરમિયાન નિ:શસ્ત્ર વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનોના મોત નિપજ્યા હતા. તપાસ પંચના અહેવાલમાં હિંસા અને જાનહાનિ માટે તત્કાલીન સરકારના વડા કે.પી. ઓલી અને ગૃહમંત્રી રમેશ લેખકની ભૂમિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. બાલેન શાહ સરકારે પોતાની પ્રથમ બેઠકમાં જ આ રિપોર્ટને તાત્કાલિક અસરથી લાગુ કરી જવાબદારો સામે સીધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અહેવાલો અનુસાર, આજે વહેલી સવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની અટકાયત કરવામાં આવી અને તેના થોડા જ સમય બાદ પૂર્વ વડાપ્રધાન કે.પી. ઓલીની પણ ધરપકડ કરવામાં આવી હતી.


