સોનુ-ચાંદી ધડામ : ઉંચા મથાળેથી કડાકો

સોનુ-ચાંદી ધડામ : ઉંચા મથાળેથી કડાકો

રાજકોટ, તા. ૩૦
સોના-ચાંદીમાં ગઇકાલે ઐતિહાસિક તેજી બાદ ગત મોડી સાંજે અભુતપૂર્વ ઉથલપાથલ સર્જાયા બાદ આજે જોરદાર કડાકો સર્જાયો હતો. સોનામાં એક તબકકે 16556 તથા ચાંદીમાં 23000નો કડાકો સર્જાયો હતો અને મોટી વધઘટનો દૌર જારી રહ્યો હતો.  ભારત સહિત વિશ્વભરમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી થઇ હતી અને નવા રેકોર્ડ સર્જાયા હતા. મોડી સાંજથી જ વિશ્વબજાર અસ્થિર બન્યું હોય તેમ ઇતિહાસમાં કયારેય જોવા મળી ન હોય તેવી ઉથલપાથલ સર્જાઇ હતી.વર્લ્ડ માર્કેટમાં સોનામાં 500 ડોલરની અસામાન્ય વધઘટ થઇ હતી. મોડી રાત્રે ભાવ ઘણા અંશે રીકવર થયા હતા ત્યારે આજે સવારે વધુ એક વખત જોરદાર કડાકો સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનુ 513 ડોલર તથા ચાંદી 111.38 ડોલર સાંપડી હતી.  ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનુ અંદાજીત 16556 રૂપિયા ગગડીને 1,67,406 થયું હતું. જયાંથી પછી રીકવર થઇને ૧.૬૭ લાખ સાંપડયુ હતું. આ જ રીતે ચાંદીનો ભાવ 67891 જેટલો ઘટીને 3,32,002 થયો હતો.