સ્પષ્ટતા : મતદાર યાદી માટે પાસપોર્ટ માન્ય રહેશે
(એજન્સી) નવી દિલ્હી, તા. 26
દેશમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સંશોધન (SIR) દરમિયાન મતદાર યાદીમાં સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ માન્ય દસ્તાવેજ રહેશે. આ ચૂંટણી પંચનું નિવેદન છે. વિદેશ મંત્રાલયના તાજેતરના નિવેદન બાદ, લોકોમાં મૂંઝવણ ફેલાઈ હતી, જેના કારણે ચૂંટણી પંચે આ સ્પષ્ટતા જારી કરી. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવા અથવા પાત્રતા સાબિત કરવા માટે જરૂરી 12 માન્ય દસ્તાવેજોમાંથી એક છે, અને તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.


