૬ ભારતીય ખલાસીઓ સાથેના તુર્કીના કાર્ગો જહાજનું સોમાલીયામાં અપહરણ

જહાજમાં શસ્ત્રોનો જથ્થો હતો : કુલ ૧૦ લોકો સવાર હતા

૬ ભારતીય ખલાસીઓ સાથેના તુર્કીના કાર્ગો જહાજનું સોમાલીયામાં અપહરણ

(એજન્સી)      મોગાદિશુ તા.૨૧: 
સોમાલિયાના પન્ટલેન્ડ કિનારેથી ચાંચિયાઓએ કેમરૂન-ધ્વજવાળા કાર્ગો જહાજ M/V LUTUFનું અપહરણ કર્યું છે. સવાર ૧૦ સભ્યોના ક્રૂમાં ૬ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
સોમાલિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જહાજને આયલ જિલ્લામાં મરાયાથી આશરે ૩.૫ નોટિકલ માઇલ દૂર હાઇજેક કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને નુગાલ કિનારે લઈ જવામાં આવ્યું હતું. સવાર ૧૦ ક્રૂ સભ્યોમાં ૬ ભારતીય નાગરિકો, એક તુર્કી નાગરિક, એક જ્યોજિર્યન નાગરિક અને બે સબિર્યન સુરક્ષા રક્ષકોનો સમાવેશ થાય છે.
પોલર મૂવમેન્ટ શિપિગની માલિકીનું આ જહાજ મોગાદિશુમાં લશ્કરી તાલીમ કેન્દ્ર માટે તુર્કીયે શસ્ત્રો, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને ઉપગ્રહ સાધનો લઈ જતું હતું. અધિકારીઓનું માનવું છે કે હુમલો કરનારા આઠ ચાંચિયાઓ એ જ ગેંગ સાથે જોડાયેલા છે જેણે ૨૬ એપ્રિલે M/V સ્વર્ડનું અપહરણ કર્યું હતું.