7 દિવસથી ચોમાસુ એક જ જગ્યાએ અટકયું
(એજન્સી) પુણે તા.11
ચોમાસાએ કેરળમાં 4 જૂને એન્ટ્રી કરી દીધી હતી. ત્યારબાદ 6 જૂન સુધીમાં તે પાંચ રાજ્યોમાં આગળ વધ્યું હતુ. હવે છેલ્લા 7 દિવસથી તે તમિલનાડુના ચેન્નઈ, મહારાષ્ટ્રના હરનાઈ અને બંગાળના સિલીગુડીમાં અટકી ગયું છે. જોકે, આગામી ત્રણ દિવસમાં તે ઝડપથી આગળ વધવાનો અંદાજ છે. ટૂંક સમયમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગોને પણ પાર કરી લેશે તેવી શકયતા છે.


