આર્ચરી સ્પર્ધામાં આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો
જૂનાગઢ તા. ૧પ
આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જી.પી.કાઠીની યાદી જણાવે છે કે સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ–૨૦૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના ૯ વિદ્યાર્થીઓએ જિલ્લામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. અન્ડર ૧૭માં ૧. રામ માહિ ખીમજીભાઈ જિલ્લામાં પ્રથમ નંબર ૨. રામ ઝીલ દિપકભાઈ જિલ્લામાં બીજો નંબર અને મોતીવાલા ઝુલેખા ઈરફાનભાઈ જિલ્લામાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત અન્ડર ૧૪ ગર્લ્સ વિભાગમાં ૧. મેવાડા રિતીકા અજીતભાઈએ જિલ્લામાં પ્રથમ નંબર અને રામપ્રસાદી કર્મસા મિલાપરાયએ જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. અન્ડર ૧૪ બોયઝ વિભાગમાં ૧. પરમાર વંશ જીતેનભાઈએ જિલ્લામાં પ્રથમ નંબર ૨. મોરવાડીયા કૌશલ જયેશભાઈએ જિલ્લામાં બીજો નંબર ૩.પુરોહિત શૌર્ય મેહુલભાઈએ તૃતીય નંબર અને રાઠોડ કૌશલ ધર્મેન્દ્રભાઈએ ચતુર્થ નંબર પ્રાપ્ત કરેલ છે. સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં પ્રથમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર રૂા. ૫૦૦૦/- દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર રૂા. ૩૦૦૦/- અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર રૂા. ૨૦૦૦/- આપવામાં આવે છે.સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હવે પછી યોજવનારી સ્ટેટ લેવલની આર્ચરી સ્પર્ધામાં આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના આ ૯ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ હંસાબેન પરમારે, ખુશ્બુબેન ગઢિયાએ, તથા કોચ શ્રી મયુરભાઈ ચૌહાણે, પ્રશાંતભાઈ ચૌહાણે અને શાળાના સહસંચાલક ચેતનભાઈ કાઠીએ અભિનંદન પાઠવ્યા છે.


