જૂનાગઢમાં શ્યામ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઉમટી પડયા
ક્રિષ્ના ફાર્મ ખાતે આયોજીત ભવ્ય રાસોત્સવની શુભેચ્છા મુલાકાત લેતા સૌરાષ્ટ્રભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યાય : આયોજકો દ્વારા ઉમળકાભેર કરાયું સન્માન
જૂનાગઢ તા.૧૫
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ માટે શ્યામ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે આવેલ છે.
નવરાત્રીના પ્રારંભ સાથે જ ક્રિષ્ના ફાર્મ ખાતે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે રાત્રીના ૮ થી ૧૨ વાગ્યા સુધી આયોજિત કાર્યક્રમમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે અને રાસગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. શ્યામ યુવા સંગઠનનાં સંસ્થાપક વિવેક ડી. ગોહેલ, સહ સંસ્થાપક વરૂણ કે. ચાવડા, તેમજ પ્રમુખ મોહિત પી. ટાંક દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
દરમ્યાન શ્યામ યુવા સંગઠન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની ઉજવણીનાં આયોજકો દ્વારા આપેલ નિમંત્રણને મન આપી સૌરાષ્ટભૂમિ દૈનિકનાં તંત્રી અભિજીત ઉપાધ્યાયે પરિવાર સાથે ગઈકાલે રાસોત્સવની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તકે વિવેકભાઈ ગોહેલ અને કાર્યકર્તાઓએ અભિજીત ઉપાધ્યાયનું અને પરિવારજનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની છબી અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટભૂમિ દૈનિકનાં તંત્રી અભિજીત ઉપાધ્યાય દ્વારા આયોજનને બિરદાવ્યું હતું તેમજ રાસોત્સવના કાર્યક્રમને માણ્યો હતો.


