જૂનાગઢમાં ઉમા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
શ્રી ઉમાધામ ગાંઠીલા તથા સમસ્ત જૂનાગઢ પટેલ સમાજની વિવિધ સંસ્થાઓ પ્રેરીત કાર્યક્રમ
જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ શહેરમાં બાયપાસ રોડ ઉપર ગ્રીન સીટી પાસે આવેલ ફળદુ વાડી ખાતે ઉમા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આદ્યશક્તિની પારંપારીક ઉપાસનાનાં પર્વ નવરાત્રીની ભાવભેર ઉજવણી માટે શ્રી ઉમીયા પરિવાર ટ્રસ્ટ શ્રી ઉમીયાધામ ગાંઠીલા તથા સમસ્ત કડવા પટેલ સમાજની વિવિધ સંસ્થાઓ જૂનાગઢ પ્રેરીત ઉમા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ગ્રીનસીટી પાસે આવેલ શ્રી ગોરધનભાઈ રવજીભાઈ ફળદુ સંકુલ, ફળદુ વાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ચેતનભાઈ ફળદુ અને કલ્પેશભાઈ પટેલ, વીકીભાઈ ફળદુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવી રહેલ છે. ઉમા નવરાત્રી મહોત્સવ અંતર્ગત રોજ રાત્રે ૮ થી ૧ર દરમ્યાન રાસોત્સવ યોજાઈ છે અને ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. દરરોજ રાત્રીનાં ૧૦.૩૦ કલાકે આરતીનો કાર્યક્રમ યોજાઈ છે જેમાં સમાજનાં આગેવાનો, મહાનુભાવો, પરિવારો ખાસ ઉપસ્થિત રહે છે. ઉમા નવરાત્રી મહોત્સવના આયોજકોના નિમંત્રણને માન આપી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યાય ગઈકાલે ઉપસ્થિત રહયા હતા. ઉપરાંત ડો. પાર્થ ગણાત્રા, ભાવેશભાઈ વેકરીયા, ઉપસ્થિત રહયા હતા. આ તકે આયોજકો દ્વારા તેમનું ભાવભર્યુ સ્વાગત સાથે આવકારેલ હતુ. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી અભિજીત ઉપાધ્યાયે માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો તેમજ ઉમા નવરાત્રી મહોત્સવ ર૦ર૬નાં આયોજનને બિરદાવ્યું હતું.


